આહારમાં અને વ્યવહારમાં સ્પષ્ટ રહેનારો સુખી થાય છે.
મનુષ્યનો વ્યવહાર એ એવું દર્પણ છે કે જેમાં તેની જાત દૃશ્યમાન થાય છે. પોતાનાથી મોટા લોકો પ્રતિ વિનયશીલ અને ઉદાર રહો. પોતાના સમવયસ્કોનાં ઘનિષ્ટ મિત્ર બનો અને તેમનો આદરભાવ રાખો. પોતાનાથી નાના પ્રતિ દયાભાવ અને ઘનિષ્ટતા રાખો.આ દુનિયામાં તમારો કોઈ મિત્ર કે શત્રુ નથી. તમારો પોતાનો વ્યવહાર જ મિત્ર કે શત્રુ બનાવવા માટે જવાબદાર છે.જેવી રીતે ખરાબ વ્યવહાર ચેપી હોય છે. તેવી જ રીતે સારો વ્યવહાર પણ ચેપી હોય છે. સામાન્ય મનુષ્યો સાથે કરેલા વ્યવહાર પરથી મહાપુરુષો એમની મહત્તાનો પરિચય આપે છે.ધર્મનો સમસ્ત સાર સાંભળો અને સાંભળીને તેનું બરાબર પાલન કરો. જે વ્યવહાર પોતાને પ્રતિકૂળ સમજાય તે બીજાની સાથે પણ ન કરો.
બધાને પ્રેમ કરો, થોડાક પર વિશ્વાસ કરો, અન્યાય કોઈને ન કરો.આપણાથી વધારે તાકાતવાનના આપણે ભક્ત બની જઈએ છીએ અને ઓછી તાકાતવાળા સામે યમરાજ જેવું વર્તન કરીએ છીએ.સારા વર્તનથી સંપત્તિ વધે છે, સારા વર્તનથી માન મળે છે, સારા વર્તનથી આયુષ્ય વધે છે અને સારા વર્તનથી જ માણસના ચારિત્ર્યના દોષ દૂર થઇ જાય છે. વિનયહીન વિદ્યા, દયાહીન દાન, ભાવહીન ભક્તિ અને સ્નેહહીન માન આ ચારેય અફળ અને દુ:ખદાયી છે.બીજાના દુર્ભાગ્ય સમયે સાવધાની રાખીને વર્તન કરવું.નાનાં છોકરાઓ રડીને બીજા પાસેથી વસ્તુ મેળવે છે. જયારે મોટા માણસો બીજાને રડાવીને મેળવે છે.ઉપર ચઢતી વખતે લોકો સાથે સારો વ્યવહાર રાખવો, કારણ કે નીચે આવતી વખતે એ જ તમને પાછા મળશે.
વર્તનમાં બાળક બનો, સત્યમાં યુવાન થાવ અને જ્ઞાનમાં વૃદ્ધ થાવ.વ્યવહારમાં સુખી રહેવું હોય તો એટલા જ પગ પ્રસારવા કે જેટલી ચાદર લાંબી હોય.
Comments
Post a Comment